Blogger Widgets Blogger Widgets

સુસ્વાગતમ...

મિત્રો



બાળકના જન્મ પછી આ વિશ્વમાં આપણુ પ્રથમ કાર્ય છે આપણા આ સંતાનને રક્ષણ આપવુ. આ રક્ષા શિશુને અનેક પ્રકારે મળે છે, જેમકે માતા પોતાના પ્રેમ-હૂંફ અને ધાવણ થી આપે છે તો પિતા તેની આર્થિક અને સામાજીક જવાબદારીઓ અદા કરીને આપે છે. આવીજ એક રક્ષા આપણે તેની કરવાની છે ચેપી રોગથી અને તેના માટે જરુરી છે રસીકરણ. રસીકરણ એક એવુ રક્ષાસૂત્ર છે જે દરેક પરિવાર પોતાના વ્હાલસોયા સંતાનને બાંધી અનેક ચેપી રોગ સામે તેનુ ભાવિ સુરક્ષિત કરી શકે છે.



આશા છે આ વેબ સાઈટ પર આપને બાળકોના રસીકરણ વિશે તમામ માહિતી મળી રહેશે. આ વેબ સાઈટ ઈન્ટરનેટ એક્સ્પ્લોરર(Internet Explorer) માં વધુ સારી રીતે જોઈ શકાય છે.







ગુરુવાર, 23 જૂન, 2011

કોપી રાઈટ - ડો.મૌલિક શાહ - 2010. from the book 'બાળકોનું રસીકરણ ' ISBN 978-81-910180-0-4

ઉંમર છમાસથી એક વર્ષ

  • - સ્તન પાન ચાલુ રાખવુ અને નીચેનામાંથી કોઈ પણ ત્રણ વિકલ્પ બદલતા રહો
  • - જો સ્તનપાન ન ચાલુ હોય તો પાંચ વિકલ્પ આપવા અને રોજીંદા ધોરણે વિકલ્પો બદલવાવ
  • - 1 વાટકી = 100 gm.

1.

½ થી 1 વાટકી રાબ (બાલભોગ કે ઘઉં ના લોટમાં થી બનાવેલી )

2.

½ થી 1 વાટકી જાડી દાળ માં ભાત ઘી નાખી અને મસળીને

3.

½ થી 1 વાટકી દૂધમાં બનાવેલી ખીર

4.

½ થી 1  વાટકી તાજા ફળ નો રસ

5.

½ થી 1  વાટકી ગળ્યા દૂધમાં પલાળી રોટલી કે બ્રેડ

6.

½ થી 1 વાટકી શીરો ( સગર્ભા માતાના મિક્સ માંથી)

7.

½ થી 1 વાટકી ખિચડી + દહિં કે દૂધ + ઘી કે તેલ

8.

½ થી 1 વાટકી બાફેલુ બટેટુ ચોળીને (સ્વાદાનુસર તેલ - મીઠુ નાખી શકાય)

9.

½ થી 1 વાટકી તાજુ ફળ કેરી કે કેળુ કે ચીકુ ( પાકુ ) ચોળીને

ટિપ્પણીઓ નથી: